02/11/2022
શ્રી ગુરુદેવ દત્ત. 🙏
#રંગજયંતી
શ્રી રંગ જયંતી ઉજવવાની શરૂઆત સૌ પ્રથમ ૧૯૪૦ માં #દિવેર ગામમાં થઈ હતી.
ઓગણીસો અને સત્તાણું ની સંવત નિશ્ચયે ,
નોમ કાર્તિકની પૂત જયંતી રંગ ની ખરે ...
દિવેર ગામ માં ભક્તો ;પહેલી ઉજવે અને
ગજવે ગામ દતાની ધૂન થી ભક્તિ પાંગરે .......
જૂના ભક્તો એક વાર પૂજ્ય શ્રી ના માજી રૂકમામ્બા પાસે બેઠા હતા. વાત વાત મા ખબર પડી કે પૂજ્ય શ્રી નો જન્મદિન કારતક સુદ આઠમ પર નોમ ને સોમવાર ના રોજ ગોરજ સમયે થયો હતો .
તે દિવસે ગોપાષ્ટમી હતી. પછી જૂના પંચાંગ ઉથલાવતા માલૂમ પડ્યું કે તે હતી ૧૯૫૫ વિ.સં. ની કારતક સુદ નોમ હતી. બસ ! હવે ભક્તો ને પૂજ્ય શ્રી નો જન્મ દિવસ ઉજવવાની લગની લાગી.
અમુક ભક્તો માં વાત વહેતી થઈ ગઈ. તેમણે તે ઉત્સવ નુ નામ "રંગ જયંતી" આપી દીધું.
પ્રથમ રંગ જયંતી ઉજવવાનું માન દિવર ભક્ત મંડળે લીધું..............
........ એમ ન કરવા બાબતે પૂજ્ય શ્રી એ તે ભક્તો પાસે કેટલીય દલીલ કરી પણ છેવટે પૂજ્ય શ્રી ભક્તો નો ઉત્સાહ, ઉલ્લાસ ને તેમની ભાવના ને ઠેસ પહોંચાડી શકતા ન હતા. પૂજ્ય શ્રી કોઈ પણ ભક્ત ને તેઓ ભાવના પ્રમાણે સંતોષ આપતા .એટલે તેમણે કહ્યું "બહુ ઠાઠ ન કરશો, એકદમ સાદાઈ થી ઉજવજો.અને માત્ર દત્તના ભજનો, સંકીર્તન અને ધૂન જ કરવાની . બીજો કોઈ કાર્યક્રમ ન રાખશો ."
ભક્તો એ કહ્યુ કે હા, બાપજી ! આપ કહેશો એમ જ થશે .
બાપજી માત્ર 'ૐ" બોલ્યા.
સંવત ૧૯૯૭ ના કારતક સુદ નોમ ને દિવસે પૂજ્ય શ્રી ની પ્રથમ " રંગ જયંતી " દીવેર ગામ માં અત્યંત સાત્વિક દબદબા થી ઉજવાઈ ..
નાથા ભાઈ , શંકર ભાઈ તથા બીજા ભક્તો એ ખુબ જ ઉમંગભેર આખા પ્રસંગ ને ઉજવ્યો.
કરનાળીના વેદ મૂર્તિ નાથાલાલ શાસ્ત્રી અને બીજા બ્રાહ્મણો એ વેદમંત્ર ઘોષ થી આખું ગામ ગજવી નાંખ્યું.આખું ગામ ભક્તિ રસ થી તરબોળ થઈ ગયું હતું.
તે સમયે #રાજપીપળા ના રાજજ્યોતિષી શિવ પ્રસાદ વિશ્વનાથ જોષી એ પૂજ્ય બાપજી ની કુંડળી બનાવી અને વાંચી સંભળાવી હતી.