27/09/2016
ભરેલા ગટ્ટા ની સબ્જ્જી
તેયારી સામગ્રી:
બેસન - ૨૫૦ થી ૩૦૦ ગ્રામ, ( ઉપયોગ માં લેતા પહેલા જીણી ચારણી થી ચાળી લેવો )
ફોલેલા અડધિયા કાજુ ૬ થી૧૦,
દહીં - ૨૫૦ થી ૩૦૦ગ્રામ,
ધાણાજીરું - ૨૧/૨ ચમચી,
જીણું સમારેલું લીલું મરચું - ૧ ચમચો,
વધારમાં સુકા લાલ મરચાં - ૨નંગ,
લાલ મરચું પાવડર - હળદર - જીરું - ૧ ચમચી,
માવો - ૨૫૦ ગ્રામ,
સુકી દ્રાક્ષ - ૧૦ નંગ,
હીંગ - ૧/૨ ચમચી,
ઘી, - ૧-૨ ચમચી લોટ બાંધવા ઉપરાંત ૪-૫ ચમચી વધાર કરવા
ગટ્ટા તળવા માટે તેલ
કોથમીર અને મીઠું - લીલી ડુંગળી પ્રમાણસર
મિલ્ક ક્રીમ ૧ચમચી
* બનાવવાની રીત :
બેસનમાં મીઠું અને ૧ ચમચી લાલ મરચું નાખી ઘીનું મોણુ નાખવું કે લોટ નો લાડુ બાંધી શકાય તેવો ( ભાખરી નો લોટ બાંધીએ તેમ).
હવે તેમાં થોડું પાણી નાખી લોટ બાંધવો.
માવાને હલકો ગુલાબી શેકવો
૨-૩મિનીટ જેટલો લાલાશ આવે ત્યાંસુધી.
બાંધેલા લોટના ગોળ નાના નાના લુઆ બનાવવા. દરેક લુઆમાં ૧ કાજુનો ટુકડો, ૧ કિસમિસ, ૧ ચમચી માવો ભરવો.
આમ બધા લુઆ તૈયાર કરી ગોલ્ડન કલર થાયત્યાં સુધી તળી લેવા.
દહીંને વલોવી તેમાં સમારેલા લાલ મરચાં, હળદર, ધાણાજીરું, મીઠું નાખવું.
(મસાલા છાસ નેવું પણથોડુંઘટ્ટ)
એક વાસણમાં ૪ ચમચા ઘી ગરમ કરી તેમાં હીંગ અને જીરાનો વઘાર કરી
તેમાં મસાલા લાવુંતેયાર કરેલ દહીં નાખવું પછી દહીં ઊકળે ત્યાં સુધી એકસરખું હલાવતા રહેવું.
જ્યારે દહીં અને ઘી છૂટા પડે ત્યારે એમાં તળેલા ગટ્ટા, વધેલાં કાજુ, કિસમિસ, નાખવા.
ગ્રેવી ને થોડીવાર ઊકળવા દેવું ૧-૨ ઉભરા આવે ત્યાં સુધી. ધીમે ધીમે હલાવતા રહેવું અને ગટ્ટા તૂટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું.
નીચે ઉતારી તેમાં ઝીણું સમોરેલું લીલું મરચું અને ઝીણી સમારેલી કોથમીર , ઝીણી સમારેલી લીલીડુંગળી નાખી પાંચ મિનિટ ઢાંકીને રહેવા દેવું.
પીરસતી વખતે ગમે તો થોડું બટર કે પછી મિલ્ક ક્રીમ નાખીને પણ પીરસી શકાય છે.
:) જો તમે બનાવો તો ચોક્કસ અમારી સાથે તેનો ફોટો પાડી અમને પણ બતાવજો અહી :)