utsav_dayani

utsav_dayani Utsav

22/01/2026

ભારતમાં બાળકમાં કુપોષણ આજે પણ એક ગંભીર સામાજિક અને આરોગ્ય સંબંધી સમસ્યા તરીકે ઊભી છે. ખાસ કરીને ગ્રામીણ અને આદિવા....

ગુજરાતમાં કુપોષણ શા માટે છે?પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓ...
13/01/2026

ગુજરાતમાં કુપોષણ શા માટે છે?

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા.

અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે.

આ માટે અમને અલગ-અલગ જૂથોમાં વહેંચીને જુદા-જુદા ગામોમાં મોકલવામાં આવ્યા હતા. મને જે ગામ ફાળવાયું હતું તેનું નામ ‘પીઠ ગામ’ હતું. આ ગામમાં આશરે 30 થી 40 ઘર છે. પીઠ ગામની સમગ્ર વસ્તી આદિવાસી લોકોની છે. આ ગામમાં કુલ 18 બાળકો કુપોષણના શિકાર હોવાનું જાણવા મળ્યું.

જ્યારે અમે તમામ ઘરોમાં જઈ સર્વે કર્યો ત્યારે લગભગ તમામ લોકો પાસેથી સમાન કારણો મળ્યા. બાળકો બહારનાં પેકેટવાળા ખોરાક (પડીકા) વધુ ખાતા હતા અને ઘરેથી પૂરતો ખોરાક મળતો ન હતો. કેટલીક માતાઓએ જણાવ્યું કે તેમના લગ્ન માત્ર 16 વર્ષની ઉંમરમાં કરાવી દેવામાં આવ્યા હતા. તમામ પરિવારો પાસે રેશન કાર્ડ હતું, પરંતુ રેશનનો જથ્થો વહેંચનાર લોકો ગામના લોકોને જેટલું મળવું જોઈએ તેટલું આપતા ન હતા. સાથે સાથે, મોટાભાગના લોકો પાસે જમીન હોવા છતાં તેઓ ઘરે શાકભાજીનું વાવેતર કરતા ન હતા.

આ તમામ પરિસ્થિતિઓને કારણે ત્યાંના બાળકો ગંભીર રીતે કુપોષણના શિકાર બન્યા છે. મારા મતે, તેનું મુખ્ય કારણ ત્યાંના લોકોને પૂરતી સરકારી સુવિધાઓ અને યોગ્ય માહિતીનો અભાવ છે. આ કારણસર ત્યાંના બાળકો કુપોષણનો શિકાર બને છે.

ક્યારેક ભ્રષ્ટાચારનો દાગ લાગે એ પણ સારો હોય શકે!તારીખ:- 15/05/2025ના રોજ અમદાવાદના સિનેમાઘરમાં હું “રેડ-2” ફિલ્મ જોવા ગય...
16/05/2025

ક્યારેક ભ્રષ્ટાચારનો દાગ લાગે એ પણ સારો હોય શકે!

તારીખ:- 15/05/2025ના રોજ અમદાવાદના સિનેમાઘરમાં હું “રેડ-2” ફિલ્મ જોવા ગયો, આમ અમદાવાદ આવ્યાં પછી ઘણા સમયથી હું સિનેમાઘરમાં ફિલ્મ જોવા ગયો ન હતો. રેડ-2 ફિલ્મ 1 મે 2025ના રોજ સિનેમા ઘરમાં રિલીઝ થઈ તો મેં જોવા જવાનું નક્કી કર્યું, કારણ કે આ ફિલ્મની વાર્તા આખી સત્ય ઘટના ઉપર હતી. રેડ ફિલ્મ (2018)માં આવ્યાં બાદ 8 વર્ષ પછી તેનો બીજો ભાગ રેડ-2(2025) આવ્યો.

આ ફિલ્મમાં આયકર વિભાગના એક ઈમાનદાર ઓફિસરની વાત મૂકવામાં આવી છે. આ અધિકારીનું નામ “અમય પટનાયક” હતું, તેઓએ ફરજ દરમિયાન અલગ અલગ જગ્યાએ દરોડા કરીને કુલ 4200 કરોડથી વધુ કાળું ધન પકડ્યું હતું. તેમની 74મી બદલી રાજસ્થાનમાં કરવામાં આવી અને આ સ્ટોરી આખી રાજસ્થાનના એક જિલ્લાનું કાલ્પનિક નામ ભોજ નામ આપ્યું છે. ત્યાંના એક કેબિનેટ મંત્રી “મનોહર ધનખડ” ઉર્ફ (દાદા ભૈયા)ની વાત કરવામાં આવી છે. તે પોતે પહેલા એક દુકાન ચલાવતા હતા. ત્યારબાદ તેણે ચૂંટણી લડવા માટે ટિકિટ માગી અને જે સરકાર સત્તામાં હતી, તેણે દાદા ભૈયાને ટિકિટ આપવાની ના પાડી. ત્યારબાદ દાદા ભૈયાએ અપક્ષમાંથી ચૂંટણી લડી અને સરકાર હતી તેની સાથે જોડાઈ ગયા અને ગૃહમંત્રી તરીકે તેમણે શપથ લીધા, ત્યારબાદ તેણે જનતાની સેવા કરવાના નામે તેની માતાના નામથી એક “ફાઉન્ડેશન” બનાવ્યું. તેનું નામ “સુષ્મા જનકલ્યાણ ફાઉન્ડેશન” હતું. આમ તે ખોટા પૈસા પડાવી લેતા અને ગામમાં રહેતા લોકો તેમના છોકરાને રેલવેમાં નોકરી અપાવીને તેની જમીન સસ્તા ભાવમાં ખરીદી લેતો અને ડમી નામથી મોટી-મોટી કંપની ચલાવતો.

આથી આ બધી વાત અમય પટનાયકના ધ્યાનમાં આવી અને તેની બદલી ભોજમાં થઈ શકે એમ ન હતી, પરંતુ તેણે પોતે એક ષડયંત્ર રચ્યું અને તેના નામ ઉપર 2 કરોડનો ભષ્ટ્રાચાર કર્યાના સમાચાર વહેતા કર્યા અને ત્યારબાદ સજાના ભાગરૂપે તેમની બદલી ભોજમાં કરવામાં આવી અને પહેલી વખત જ્યારે તેઓએ દાદા ભૈયા પર રેડ પાડી ત્યારે તે નિષ્ફળ રહ્યાં. આ ઘટનાબાદ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં અને પછી તેના એક સહકર્મી મિત્રની મદદથી ફરી પાડવામાં આવેલી રેડમાં તે સફળ રહ્યાં અને અમય પટનાયકને નોકરી ઉપર હાજર કરવામાં આવ્યાં હતા. નોંધનીય એ હતું કે રેડ દરમિયાન દાદા ભૈયા પાસેથી 20 કરોડ રોકડા ઉપરાંત 1000 વીઘા કરતા વધારે જમીનના દસ્તાવેજ મળી આવ્યાં હતા. આ બધા પૈસા તેના ફાઉન્ડેશનમાં વાપર્યા તે રીતે દર્શાવતા હતા અને પૈસા વ્હાઈટ કરી લેતા, આ ઉપરાંત રેડ દરમિયાન મોટી માત્રામાં સોનું પણ મળી આવ્યું હતું. આમ અમય પટનાયકની 75મી રેડ સફળતા પૂર્વક પૂર્ણ થઈ.

થોડાક પ્રશ્નો :-

1. શું આવા નેતાનો સમાજ સેવાના નામે ફાઉન્ડેશન બનાવીને પૈસા વ્હાઇટ કરવા માટે રાજનીતિમાં આવતા હશે ?
2. જેમ આમાં બતાવવામાં આવ્યું છે કે, નોકરીની લાલચ આપી તેમની પાસેથી જમીન પડાવી લેવામાં આવતી હતી તો આ વસ્તુ અત્યારે કેટલી માત્રામાં વધી ગઈ હશે?
3. શું આવા નેતાઓ જનતાનો પ્રેમ લૂંટીને આવા ખરાબ કામ કરતા હશે?


04/05/2025

करियर मोटिवेशन के लिए हर सुबह एक नया मौका लेकर आती है - खुद को साबित करने का, कुछ नया सीखने का, और अपने सपनों के करीब जाने का। मैंने सीखा है कि छोटी-छोटी कोशिशें, समय के साथ बड़ी उपलब्धियों में बदल जाती हैं।










‘એ મારા લોહીમાં નથી !’અમદાવાદમાં ગત ડિસેમ્બરમાં અભિવ્યક્તિ એડિશન-7 યોજાયું હતું તેમાં અલગ અલગ ફિલ્ડમાંથી આવતા કલાકારોએ પ...
29/04/2025

‘એ મારા લોહીમાં નથી !’

અમદાવાદમાં ગત ડિસેમ્બરમાં અભિવ્યક્તિ એડિશન-7 યોજાયું હતું તેમાં અલગ અલગ ફિલ્ડમાંથી આવતા કલાકારોએ પોતાની અભિવ્યક્તિ રજૂ કરી હતી. તેમાં Art, Music, Dance, Theatre જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આમ તો પહેલી વાર હું જોવા ગયો હતો કારણ કે હું 2024માં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં માસ્ટર કરવા માટે આવ્યો છું.

તેમાં મેં એક નાટક જોયું તેનું નામ ‘જોગીદાસ ખુમાણ એક સંત બહારવટિયો.’ આમ તો મેં નાટક ખૂબ ઓછા જોયેલા, પણ પહેલી વાર સિટીમાં નાટક જોવાનું મળ્યું, એટલે મને પણ ખૂબ રસ પડ્યો. આથી મને નાટકમાં દેખાડવામાં આવેલું એક દ્રશ્ય શેર કરું છું : જોગીદાસ બહારવટિયો હતો, તેની દુશ્મની ભાવનગરના દરબાર અને તેમની રાણી સામે હતી. પણ જોગીદાસે કહેલ કે એ મારા લોહીમાં નથી કે, હું એક સાથેની દુશ્મનીનો હિસાબ બીજા સાથે લઉં !

ભાવનગરનાં દરબારનાં ધર્મપત્ની નાનીબા તેમના પુત્ર સાથે માનતા પૂરી કરવા જતા હતા, ત્યારે તેમનું વેલડું લૂંટવા ‘વાઘા ચાવડા’ આવ્યો અને તેણે નાનીબાને કહ્યું કે ‘તમારે અહીંથી જીવતા જવું હોય તો તમારા બધા ઘરેણાં ઉતારીને અમને આપી દો !’. ત્યારે વેલડાની અંદરથી નાનીબા બોલ્યા કે, "તું જોગીદાસ ખુમાણનો માણસ નથી, કારણ કે જોગીદાસ ખુમાણ ક્યારેય કોઈની બહેન-દીકરી ઉપર હાથ ન નાખે !”

ત્યાં એટલામાં ડુંગરોની વચ્ચેથી ઘોડી લઈને જોગીદાસ ખુમાણ આવ્યાં અને વાઘા ચાવડાને કહ્યું કે, "વાઘા, તું આ શું કરી રહ્યો છે?" ત્યારે વાઘા બોલ્યો, "આ તો ભાવનગરનાં દરબારની રાણી છે, આવો મોકો વેર કાઢવાનો ક્યારેય નહીં મળે !" જોગીદાસ્ કહ્યું, "તું જોગીદાસનો માણસ છે. તારાથી આ કામ કેવી રીતે થઈ શકે? તું કોઈની બહેન દીકરી ઉપર હાથ કેમ નાખી શકે? મારે તો દુશ્મનાવટ ભાવનગરના રાજા સાથે છે, તેમાં આ રાણી અને કુંવરસાહેબનો શું વાંક?"

જોગીદાસે તલવાર હાથમાં લીધી અને ત્યાંથી લૂંટારોઓને નસાડી દીધાં. વાઘા ચાવડા પણ નાસી ગયો. જોગીદાસ ખુમાણ નાનીબાના વેલડા પાસે ગયા અને કહ્યું, "શિહોરની રાણી, તમે તો મારી બેન સમાન છો. તમને મારાથી લૂંટી શકાય એવું કદી ન બને. હું તમને શિહોરના પાદર સુધી વળાવવા આવું છું. જો હું તમને લૂંટું તો મારી જનેતા લાજે."

જોગીદાસ વેલડાની પાછળ પાછળ શિહોરના પાદર સુધી વળાવા ગયા. આમ તો વાર્તા ઘણી મોટી છે, પણ મને આ દ્રશ્ય એટલા માટે ગમ્યું કે મર્યાદા વિવેક કોને કહેવાય; એ આજકાલના ઢોંગી સાધુઓ/ પાખંડીઓ/ રાજકીય નેતાઓએ જોગીદાસ ખુમાણમાંથી પાઠ શીખવાની જરુર છે કે જનતાને લૂંટવાનું છોડી દેવું જોઈએ !


બાળકોના હાથમાં રમકડાં હોવા જોઈએ, નહીં કે વેચવા માટે કિ–ચેઇન!25/04/2025ના રોજ કોલેજથી પરીક્ષા પતાવીને S.G. હાઇવે પર આવેલુ...
25/04/2025

બાળકોના હાથમાં રમકડાં હોવા જોઈએ, નહીં કે વેચવા માટે કિ–ચેઇન!

25/04/2025ના રોજ કોલેજથી પરીક્ષા પતાવીને S.G. હાઇવે પર આવેલું “મસ્તી જ્યુસમાં” હું અને મારો એક ફ્રેન્ડ જ્યુસ પીવા ગયા. તડકો બહુ હોવાથી અમે બંને ત્યાં લગભગ એક કલાક જેટલું બેઠા, વાતો કરી અને જ્યુસ પીધું.

ત્યાં એક નાનો છોકરો ભર તડકામાં કિ–ચેઇન લઈને વેચવા આવ્યો. એ મારી પાસે આવીને કહ્યું કે, "ભાઈ, કિ–ચેઇન લઈ લો ને!" મેં કહ્યું, "હું કિ–ચેઇનનું શું કરું? મારે કંઈ કામમાં નહીં આવે." પછી મેં કહ્યું, "તને ભૂખ લાગી છે? તો અહીંથી જ્યુસ લઈ આપું." એણે ના પાડી કે, "મારે જ્યુસ નથી પીવું." પછી મેં પૂછ્યું, "તો તને કાંઈ ખાવું છે?" એણે ફરી કહ્યું કે, "તમે કિ–ચેઇન ખરીદો, તો મને પૈસા મળે." મેં થોડું વિચાર્યું, પછી એને ૧૦ રૂપિયા આપ્યા. એ રાજી થઈને જતો રહ્યો. મારું ધ્યાન એની તરફ જ હતું. થોડીક વાર પછી એક ભાઈએ એને જ્યુસ આપ્યું. સર્વિસ રોડની સામેની સાઈડએ એના મમ્મી-પપ્પા સૂતા હતા, અને આ છોકરો તડકામાં કિ–ચેઇન વેચી રહ્યો હતો.

એ જોઈને મને કઈક થયું... એવું લાગ્યું કે કેટલાં લોકો એવા છે કે પોતાના સ્વાર્થ માટે નાનકડા બાળકો પાસેથી કામ કરાવે છે? એ છોકરાએ એ જ્યુસ પપ્પાને આપી દીધું. અને મેં જે દસ રૂપિયા આપ્યા એ તેણે તેના પપ્પાને નો આપિયા. હું અને મારો ફ્રેન્ડ જોઈ રહ્યા હતા કે આ છોકરો કેટલો હોશિયાર છે. એણે પપ્પાને જ્યુસ આપ્યું પણ પૈસાન આપિયા.

થોડાક સમય પછી એ છોકરો પાછો આવ્યો. મેં એને બોલાવ્યો, “તે કેમ જ્યુસ ન પીધું ?"
એ બોલ્યો, "મને નથી ભાવતું." મેં હસી ને પૂછ્યું, “તે ૧૦ રૂપિયા કેમ ન આપ્યા તારા પપ્પાને?"

તો એ બોલ્યો, "હું પૈસા ભેગા કરું છું. પછી ચપ્પલ લેવા જઈશ." આ સાંભળીને મારા રૂવાંટા ઊભા થઈ ગયા. કે તેના પપ્પા આરામથી સૂઈ રહ્યા છે, અને છોકરો તડકામાં ફરે છે... માત્ર ચપ્પલ લેવા. મેં કીધું તારા પપ્પા તને ચપ્પલ નથી લઈ આપતા? તો એ દાંત કાઢતો-કાઢતો હસી ને ચાલ્યો ગયો. અને એના પપ્પા પાસે તો ચપ્પલ હતી પણ એના છોકરા પાસે નહોતી.

ક્યાં સુધી આવા લોકો પોતાના બાળકો પાસે કામ કરાવશે? મને તો એવું લાગ્યું કે આપણો દેશ આગળ કેમ વધતો નથી તેમાનું એક કારણ કદાચ આ પણ હોઈ શકે...

16/04/2025

આજકાલના યુગમાં ઘણા માતા-પિતા પોતાના સંતાનને ટીવી પર જોવાનું સ્વપ્ન જોતા હોય છે અને ટીવીની ચમક-ધમક તરફ આકર્ષાય જાય છે. પરંતુ આપણે ભુલવું નહીં જોઈએ કે ટીવી માત્ર સંપ્રેષણનું માધ્યમ છે – સંતાનની બુદ્ધિ કે સફળતાનું માપદંડ નહિ.

સફળતા અને બુદ્ધિ ટીવી સ્ક્રીનથી નથી માપી શકાતી. દરેક બાળક ખાસ હોય છે અને તેમની ક્ષમતા પોતાનામાં અનોખી હોય છે.

ચાલો, આપણે ટીવીના ગ્લેમરની બોજ બાળકો પર ન મૂકીયે. તેમને પોતાના સપના જીવવાની અને તેમની જાતે ઓળખ બનાવવાનો અવકાશ આપીએ. સાચી સફળતા સ્ક્રીન પર નહીં, જીવનમાં હોય છે.

15/04/2025

"શું આપણે વધુ ને વધુ સંવેદનશીલ બની રહેલી દુનિયામાં અસંવેદનશીલ બનતા જઈ રહ્યાં છીએ?"

આજે જ્યારે દુનિયા દરેક નાની બાબતમાં ખૂબ સંવેદનશીલ બની ગઈ છે, ત્યારે મને એવું લાગે છે કે આપણે આપણા રોજિંદા જીવનમાં અને વ્યક્તિગત સ્તરે સંવેદનશીલતા ગુમાવતા જઈ રહ્યાં છીએ.

ચાહે તે કાર્યસ્થળ હોય, ઘર હોય કે સમાજ – જો કોઈની અસંવેદનશીલ વર્તનથી આપણે દુઃખી થઈએ છીએ, તો આપણા પર પણ ફરજ છે કે આસપાસના લોકો પ્રતિ સંવેદનશીલતા દાખવીએ.

આખરે, અન્ય લોકો માટે કરૂણા અને દયાળુતાની ભાવના બતાવવી એ આપણા સ્વાભિમાનની રક્ષા કરતાં વધુ મહત્વની છે.





"છોકરાઓને મા-બાપ કરતા મિત્રતાની દ્રષ્ટિએ જોવા જોઈએ"તારીખ 4 એપ્રિલ 2025ના રોજ અમારા ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ જર્...
08/04/2025

"છોકરાઓને મા-બાપ કરતા મિત્રતાની દ્રષ્ટિએ જોવા જોઈએ"

તારીખ 4 એપ્રિલ 2025ના રોજ અમારા ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, ગુજરાત યુનિવર્સિટી ખાતે અમારા અભ્યાસક્રમના ભાગરૂપે પપેટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 6 દિવસના “પપેટ વર્કશોપનું” આયોજન થયું હતું. અને અમારું લેકચર લેવા માટે ચિરાગ પરીખ અને રમેશ દાદા રાવળ હાજર રહ્યા હતા. અમારાં શોનું નામ “10TH બોલે તો ?” શિક્ષક આપવામાં આવ્યું હતું.

આ શોના અંતર્ગત અમને S.S.C.ની પરીક્ષા પર આધારિત પપેટ રજૂ કરવાનું સૂચન કરાયું હતું. ચિરાગ સરે અમને તેના ઉપર ઉત્તમ Idea આપી ઘણું બધું શીખવ્યું હતું, જેમ કે પપેટ કેટલાં પ્રકારના હોય છે, અને આપણે તેને કેવી રીતે તૈયાર કરી શકીએ. તેમણે તેની પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપી હતી. આ અભ્યાસ દરમિયાન અમે કુલ ૩ સીન તૈયાર કર્યા હતા. પપેટ બનાવવાની પ્રેક્ટિકલ તાલીમ આપવા રમેશ દાદા આવ્યા હતા. તેમની વય 71 વર્ષ છે. છતાં પપેટ બનાવવામાં તેમની ઉત્સુકતા જોઈને હું ખૂબ પ્રભાવિત થયો હતો. તેમણે ખૂબ જ ઉત્સાહથી અને સરળ રીતે અમને પપેટ બનાવવાનું શીખવ્યું.

અમારા પપેટ શોના મુખ્ય ત્રણ સીન હતા:

1.⁠ ⁠સીન નંબર એક – પરિવારનું દબાણ

2.⁠ ⁠સીન નંબર બે – સ્કૂલ તરફથી અપાતું દબાણ

3.⁠ ⁠સીન નંબર ત્રણ – પરિવાર દ્વારા બધું સમજીને વિદ્યાર્થીને માતા-પિતા એ કઈ દૃષ્ટિએ જુએ, તે વિશેના સંદેશ સાથે શીન બનવામાં આવિયા હતા. આ સંપૂર્ણ વર્કશોપમાં અમારાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્તમ રીતે ભાગ લીધો અને પોતાની જવાબદારી નિભાવીને કામ કર્યું.

અમારા વર્કશોપને વિશિષ્ટ બનાવવા માટે મહેમાન તરીકે ગાંધી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ, ડોક્ટર ભરત જોશી હાજર રહ્યા હતા. તેમણે ખૂબ સુંદર વાત કહી:-“સ્ટ્રેસ કોઈ બીજા દ્વારા આપવામાં આવતું નથી, તે આપણાં મગજમાં ઊભી કરેલી એક વાસ્તુ છે.”

હું ખાસ કરીને અમારા પત્રકારત્વ વિભાગના મુખ્ય અધ્યાપક ડૉ.સોનલ પંડ્યા મેમનો ખૂબ જ આભારી છું, જેમણે અમને આ વિષય આપ્યો અને તેની પર કાર્ય કરવાની તક આપી. તેમજ ડૉ.Komal Vora Shah મેમ અને સમગ્ર વિભાગનો આભાર માનું છું, જેમણે અમને આ સ્ટેજ આપીને અમારા મનમાં છુપાયેલાં સર્જનાત્મકતાને વ્યક્ત કરવાની તક આપી.UD

અમુક ભવાઈના સારા પાત્રથી સમાજને પણ સુધારી શકાય છે. અમારા ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં  અમારા માટે અભ્ય...
27/03/2025

અમુક ભવાઈના સારા પાત્રથી સમાજને પણ સુધારી શકાય છે.

અમારા ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં અમારા માટે અભ્યાસના ભાગરૂપે ભવાઈનો વર્કશોપ કરવામાં આવ્યો હતો. આથી, અમે સૌ વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધેલો હતો, અને અમારું ભવાઈ પરફોર્મન્સ 21/03/2025ના રોજ કરવામાં આવ્યું હતું. આમ જોતાં, મને એક્ટિંગ કરવામાં ખૂબ કાંટાળાજનક લાગે, પરંતુ અભ્યાસના ભાગરૂપે કરવું પડે. આથી, મેડમે કીધું કે તમારે ભવાઈમાં ભાગ લેવો પડશે. આથી, હિંમત કરી ને ભવાઈમાં એક નાનો રોલ કરીશું એવું વિચાર્યું અને પછી ધ્રુવ પંડિત સર અમારો ભવાઈનો વર્કશોપ લેવા આવ્યા, ત્યારે ઈશકલાલનો વેશ કરીશું તેવું કીધું.

આથી પછી તેણે ઈશકલાલની વાત કરી કે આ પાત્રમાં ખરેખર શું છે, તેણે વાત કરી એ એક ગામમાં એક સાધુ રહતા હતા. અને ત્યાં ભવાઈ મંડળી ભવાઈ કરવા ગઈ અને સાધુએ કીધું કે તમે આશ્રમાં ભવાઈ કરો અને લોકો ને દેખાડો આથી પછી જો હું તમારી ભવાઈ જોઈને ખુશ થાય તો તમને કંઈક દક્ષિણા આપી. આથી ભવાઈ મંડળી એ ભવાઈ કરી અને સાધુ પણ ખુશ થયા પણ સાધુએ વાયદા મુજબ ભવાઈ મંડળીને દક્ષિણા નો આપી આથી ભવાઈ મંડળીમાં થી એક વ્યક્તિએ નક્કી કર્યું કે આ સાધુ પાસેથી હું ગમે એમ કરીને પૈસા કઢાવીશ આથી તે સાધુ જ્યારે તપસ્યામાં નદી કિનારે વહેલી સવારે જતા ત્યારે ભવાઈ મંડળી નો માણસ તે સ્ત્રીનું પાત્ર લઈને નદી કિનારે પાણી ભરવા જતો. આથી સાધુ તેની માયામાં ફસાઈ ગયા. અને પહેલા વ્યક્તિએ જૂઠું બહાનું આપીને સાધુ પાસેથી પૈસા પડાવ્યા. આ બધું જે ચાલી રહ્યું હતું તે બધું સાધુનો એક ચેલો જોઈ રહ્યો હતો. આથી તેણે નક્કી કર્યું કે આપણે આ સાધુને ગામ વચ્ચે ખુલ્લો પાડવો છે. અને તેને પાડ્યો અને પછી સાધુએ તેને ભૂલ સ્વીકારી અને પછી તે બધું મૂકીને વનમાં જતો રહ્યો...

આ વાત સાંભળીને મને અંદરથી એવું થયું કે, મારે આ ભવાઈમાં ભાગ લેવો છે. અને મેં પછી ભવાઈમાં ભાગ લીધો અને ઈશક લાલના વેશમાં ભવાઈ મંડળીમાં ભાગ લીધો. પછી મેં સારી રીતે ભવાઈ પણ કરી. આ પરથી મને એવું લાગ્યું કે આપણે કોઈ ભવાઈના સારા પાત્રથી આપણે લોકો સુધી એક સંદેશો પોગાડી શકીએ છીએ...

અને આ વાર્તા સાંભળતા એવું લાગ્યું કે પહેલાંના જમાનામાં સાધુ જો આવું કામ કરતાં તો તે બધું મૂકીને જતા રહેતા. પણ અત્યારના સાધુ તો આવું બધું કરીને અહીંયા જ પડ્યા રહે છે...

હું ડિપાર્ટમેન્ટનો આભાર માનું છું કે તેમણે અમારા માટે ભવાઈનો વર્કશોપ કર્યો અને અમને ઈશકલાલનું પાત્ર ભજવવામાં પરમિશન આપી. તેના બદલ ખૂબ ખૂબ આભાર...

કયા સુધી ધર્મના નામે આવી છેતરપિંડી થશે?15 જૂન 2006ના રોજ અમદાવાદમાં સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની ક્રૂર હત્યા થઈ હત...
01/03/2025

કયા સુધી ધર્મના નામે આવી છેતરપિંડી થશે?

15 જૂન 2006ના રોજ અમદાવાદમાં સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની ક્રૂર હત્યા થઈ હતી. 16 વર્ષ બાદ 28 ફેબ્રુઆરી 2025ના રોજ અમદાવાદ સેશન્સ કોર્ટ સુકાદો આપ્યો છે. આ હત્યા માટે 10 આરોપીઓ જવાબદાર છે.

પંકજ ત્રિવેદી કોણ હતા? શા માટે હત્યા કરી હતી? અમેરિકા રહેતા હતા અને પાંડુરંગ શાસ્ત્રી સાથે 30 વર્ષથી જોડાયેલા હતા, તેમના ભક્ત હતા. કરછના ભૂકંપ પીડિતો માટે 1 કરોડ જેટલું ડોનેશન આપેલ. કેટલાક NRIએ દાન આપ્યું અને તેમણે દાનની રસીદ આપવામાં નહોતી આવી. પાંડુરંગ શાસ્ત્રીએ બધુંજ ડોનેશન પોતાના અંગત ટ્રસ્ટમાં જમા કરાવી દીધું અને ભૂકંપ પીડિતો માટે કંઈ કામ ન કર્યું. એથી પંકજ ત્રિવેદીએ પાંડુરંગ શાસ્ત્રી સામે અવાજ ઉઠાવ્યો. અમદાવાદના ભાવનિઝૅર મંદિરને જયશ્રી દીદીએ બંધ કરાવ્યું તેની સામે પંકજ ત્રિવેદીએ અવાજ ઉઠાવ્યો. આ કારણસર જયશ્રી દીદીની સૂચનાથી કટ્ટર ભક્તોએ પંકજ ત્રિવેદીની હત્યા કરી હતી.

હત્યા પહેલા સ્વાધ્યાય પરિવારના કેટલાંક કટ્ટર ભક્તોએ પંકજ ત્રિવેદીને હેરાન કરવામાં કંઈ બાકી રાખ્યું ના હતું. પંકજ ત્રિવદીની સામે 2003 તથા 2004માં, 20થી વધુ FIR ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં થય હતી. તેમાંથી સૌથી વધુ 8 કેસ ગોંડલમાં નોંધાયા હતા. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ જુદા જુદા સ્થળોએ ૩૫થી વધુ FIR નોંધવામાં આવી હતી.

હત્યા બાદ પંકજ ત્રિવેદીનો પરિવાર એટલો બધો ભયભીત બની ગયો હતો કે હત્યાની ફરિયાદ પણ આપી ના હતી તેથી સરકાર વતી પોલીસે ફરી નોંધી હતી.

પ્રશ્નો : 1)આટલું આટલું ખોટું કરવા છતાં માણસો ને સમજ નહીં આવતી હોય? (2) અને આવા ધર્મના નામે ક્યાં સુધી આવી છેતરપિંડી થશે? (3) એક નાગરિક તરીકે શું તે પ્રશ્ન પણ ના ઉઠાવી શકે જો પ્રશ્ન ઉઠાવે તો તેને કેટલું બધું સહન કરવું પડતું હશે?

‘સ્વાધ્યાય પરિવાર’ની સ્થાપના પાંડુરંગ શાસ્ત્રીજીએ [1920- 2003] કરી હતી. તેમનો જન્મ 19 ઓક્ટોબરના રોજ થયો હતો. તેથી સ્વાધ્યાય પરિવારના અનુયાયીઓ દર વર્ષે શાસ્ત્રીજીના જન્મદિવસને ‘મનુષ્ય ગૌરવદિન’ તરીકે ઉજવે છે. સવાલ એ છે કે શાસ્ત્રીજી અને પોતાના ઉત્તરાધિકારી તરીકે નીમેલા દત્તક પુત્રી જયશ્રીદીદી; પોતાના ભક્તોમાં કોઈનો જીવ નહીં લેવાનો વિચાર કેમ રોપી શક્યા નહીં હોય?શું ‘મનુષ્ય ગૌરવદિન’ ઊજવણી કરી લોકોને છેતરતા નથી? હત્યારાઓ અને તેમને સમર્થન કરનારા ભક્તો જ્યારે ‘મનુષ્ય ગૌરવ’ શબ્દનો ઉપયોગ કરે ત્યારે તેમને જરાય પણ શરમ નહીં આવતી હોય?UD

આવો વિચાર તો પ્રશાંત દાદાને જ આવી શકે.તા:-22/02/2025ના રોજ નવજીવન ટ્રસ્ટ ખાતે “જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હોલ” ખાતે કસ્તુર...
23/02/2025

આવો વિચાર તો પ્રશાંત દાદાને જ આવી શકે.

તા:-22/02/2025ના રોજ નવજીવન ટ્રસ્ટ ખાતે “જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હોલ” ખાતે કસ્તુરબા પુણ્યતિથિ નિમિત્તે રોજ પ્રશાંત દાદાએ “શિવા પત્રકારત્વ સન્માન” પ્રારંભ કર્યો.આ કાર્યક્રમ દર 22 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. દાદાએ એવું નક્કી કર્યું કે પત્રકારને આપણે સન્માન કરીએ. અને આ કાર્યક્રમમાં બે મહિલાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. (અનિતા પટણી અને ગોપી ધાંધર) આ બન્ને મહિલા છેલ્લા કેટલા વર્ષથી પત્રકારત્વ કરે છે. અને તેમની ડોક્યુમેન્ટરી પ્રદર્શિત કરવામાં આવી અને તે જોયા બાદ એવું લાગ્યું કે પત્રકારત્વ કરવું સહેલું નથી. ખરેખર આ લોકો સન્માન અને એવોર્ડને લાયક છે. પણ દાદાએ વાત કરી એમ કે પત્રકાર જ્યારે વ્હીલચેર પર આવે છે ત્યારે તેને એવોર્ડ મળે છે. દાદાને આ પરથી વિચાર આવ્યો અને તેમણે આ કાર્યક્રમની શરૂઆત કરી.

જેટલું કપરું કામ પત્રકારનું છે, એટલી જ કપરી ભૂમિકા પત્રકારની સાથે ઊભા રહેનારની છે.

અને ઉર્વીશભાઈ એ દાદા વિશે થોડી ઘણી વાત કરી ત્યારે એવું લાગ્યું કે આ પ્રશાંત દયાળ આજે જે કાંઈ છે,એ આઈના લીધે છે. જો આઈના હોત તો આજે આ પ્રશાંત દયાળ ના હોત. UD

Address

Mangalpara
Lathi
365430

Telephone

+916355317113

Website

Alerts

Be the first to know and let us send you an email when utsav_dayani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to utsav_dayani:

Share